સંવાદ
(Communication)

સંવાદ(Communication)
Table of Contents
  Add a header to begin generating the table of contents

  આપણે ખરેખર સંવાદ(communication) કરીએ છીએ ખરા?
  કેટલો અને ક્યારે!
  વાતોને તમે સંવાદ કહેશો? સાચું કહું ને તો ના…
  રોજબરોજ થતી દરેક વાતો માં સંવાદ ક્યા હોય છે! હોતો નથી પણ હોવો જરૂરી છે …
  મારા માટે સંવાદની પરિભાષા અત્યંત સાહજિક અને સરળ છે… દરેક સંવાદ માટે શબ્દોની જરૂર નથી રહેતી હોતી અમુક મુક સંવાદો પણ એક અલગ ચિત્કાર પ્રગટ કરતા હોય છે… સંવાદ કેવો હોય!?

  મન કોઈ શાંત ખૂણે બેસીને જ્યારે ઈશ્વર પાસે કઈક ઝંખે ત્યારે ઈશ્વર અને આત્મા વચ્ચે , અશ્રુની ભીનાશ સાથે પ્રગટ થતો શ્રદ્ધાનો ભાવ એટલે પરમતત્વ સાથેનો સંવાદ…

  નવ મહિના સુધી રોજ આગમનના વધામણા નો ભાવ લઈ બેઠેલી માં જ્યારે પોતાના ન જન્મેલા બાળકને કઈક કહેવા માટે પોતાની ડાયરીમાં કઈક લખે ત્યારે સર્જાય માતૃત્વ અને વાત્સલ્યનો સંવાદ…

  પરદેશમાં જઈને વસેલા બે ગાઢ મિત્રો જ્યારે વર્ષો બાદ મળે ત્યારે એ પ્રથમ આલિંગન સાથેના શબ્દો “અરે યાર તું તો કેટલો બદલાય ગયો અંગ્રેજ”માં સર્જાતો કૃષ્ણ સુદામા સમો મિત્ર ભાવ એટલે મૈત્રીનો સંવાદ…

  એકાંતની પળોમાં ક્યાંય સુધી દીવાલને તાકી રહેલ આપણે જ્યારે પોતાની જાતને પ્રશ્નો કરીએ કે પછી કેટલાક જવાબો જ પ્રશ્ન ને પ્રશ્ન જવાબ બની જાય ત્યારે આપણી જાત અને અસ્તિત્વ સાથે સર્જાતો એક સંવાદ…

  પોતાનું સૌથી વધારે પ્રિયપાત્ર એ સમયે જ્યારે સૌથી વધારે દૂર હોય જ્યારે એની સખત જરૂરિયાત હોય ત્યારે અંતરમાંથી નીકળીને સીધા એ વ્યક્તિના હદય સુધી પહોંચતા તરંગો એટલે એક પવિત્ર સંવાદ…

  હવે તો પત્રો ગયા અને ચેટ તથા ફેસ ટાઈમ નો સમય આવ્યો એટલે ચેટ કરવાની રીત પરથી જ કોઈ મૂડ પારખી જાય ત્યારે પણ સર્જાય છે એક અવાસ્તવિક(વર્ચ્યુઅલ) છતાંય ભીનો સંવાદ…

  ખીલતા વૃક્ષ વસંતનો ને દરેકે ખરી જવાનું છે છેવટે એવું સમજાવતા ખરી જતા પાન પાનખરનો સંવાદ… ઇન્દ્રધનુષ આકાશની સુંદરતામાં વધારો કરતો સંવાદ તો ધરતીને લીલી સાડી ભેટ કરતો વરસાદ પ્રકૃતિનો સંવાદ…

  લગ્નના ૧૫ વર્ષ બાદ પણ નોકરીએથી આવેલ પતિને હળવેકથી એક મીઠાઈ કે રોટલી વધારે પીરસીને શરમાઈને ચાલી જતી પત્ની અને હોંશે હોંશે એ આરોગતો પતિ એટલે પ્રસન્ન દામ્પત્યનો સંવાદ….

  ફાટક બંધ હોય ત્યારે આગળ આવીને ઉભેલા કોઈ સ્કુટર પર માનાં ખોળામાં બેઠેલ બાળક સાથે તમારી આંખોનો સરવાળો થાય ત્યારે ઉદભવતું સ્મિત એટલે વહાલ અને ઈશ્વરત્વનો સંવાદ…

  પ્રેમ કરતી વ્યક્તિ જ્યારે અચાનક સામે આવી જાય ત્યારે ચૂકી જતો ધબકાર કે એની હથેળી હાથમાં લઈને ક્યાંય સુધી કઈ જ ના બોલવા છતાં થતો લાગણી અને હૂફ નો મૌનનો એક અજાણ્યો તોય સાવ જાણીતો સંવાદ …

  દીકરીની અસ્તવ્યસ્ત ફાટી ગયેલ નકશા સમાન પ્રથમ રોટલી જમીને પિતાના હદયમાં ઉદભવતો સંતોષનો ભાવ એટલે જાણે સ્વયં અન્નપૂરણા દેવીની ખુશી સમો સંવાદ…

  આમ સંવાદ તો ઘણા પ્રકારના હોય છે… ઘોંઘાટ ભરેલી આ દુનિયાની વચ્ચે ખરેખર તમને જો સંવાદ કરવાની તક મળે તો ક્યારેય ચૂકતા નહિ દરેક વ્યક્તિ સંવાદ કરવા સક્ષમ નથી હોતા તમે જરૂર તમારી જાતને આજે પૂછજો! કે શું હું સંવાદિતા ને લાયક છું!? ઝંખુ છું? જવાબ હા આવે તો તમારા જેવું જીવંત કદાચ બીજું કોઈ નથી એમ માનજો….

  — પ્રેરણા દવે

  Follow me on instagram

  Topics I Can Help You With

  01.

  Event
  Hosting

  02.

  Content Writing

  03.

  Creative Writing

  04.

  content creation

  05.

  Conference hosting

  06.

  government
  Projects

  07.

  Keynote speaker

  08.

  Voice over Projects

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *