પ્રિયજન
(Beloved)

પ્રિયજન
Table of Contents
    Add a header to begin generating the table of contents

    થાકેલ જિંદગી કશેક આશરો ચહે
    તું એક મજાનો પડાવ ના બની શકે!?

    • હિમલ પંડ્યા

    હાફી રહેલી જિંદગી સતત અધૂરપ ઓગળતી હોય ત્યારે એક માણસ તરીકે આપણી ઝંખનાઓ શું હોતી હશે!?
    રોજ બરોજ આપણી સાથે હાથ મિલાવતા કેટલાય હાથો માંથી અમુક હાથ આપણને ગમી જાય! અને માત્ર એક હાથ એવો હોય જેના ના છૂટવા માટે રોજ પ્રાર્થનાઓ થતી હોય!
    જ્યારે આપત્તિમાં એકલા પડી એ ત્યારે કદાચ એ બહુ જ સલુકાઈથી પકડેલ કોમળ હાથ જ મોટા મોટા યુદ્ધ લડવાની હિંમત અને દૃઢતા આપતો હોય છે…

    જીવનમાં તમે કેટલા પણ જવાબદાર કેમ ના હોય! પણ જો એ હાથ જે માત્ર તમારા માટે આગળ ઊઠીને આવે છે એના પરત્વે જવાબદાર ના રહી શક્યા તો બધું નકામું..

    પ્રેમ જવાબદારી નથી લાગણી જવાબદારી નથી પણ લાગણીઓ એક છીપી જવાબદારી લઈને જીવનમાં પગરવ માંડતી હોય છે એવી જવાબદારી એવી કેર જે કીધા વગર સમજીને કરવાની હોય છે .. જ્યારે એક શબ્દ બોલ્યા વગર હદયથી યાદ કરીને બીજી વ્યક્તિ સુધી એ દર્દ અને કણસતા હદયની પીડા પહોંચાડી શકાય અને સામેવાળી વ્યક્તિ છપ્પનની છાતીથી એ પીડા ઝીલી લે ત્યારે ઉદભવતા મૌન તરંગો ઈશ્વરીય શક્તિ પ્રદાન કરતા હોય છે…
    તમારી પાસે જો એક એવો સંબંધ હોય જે સતત સાહજિક રીતે માત્ર તમારા કારણે કે તમારા માટે જીવવા માગતો હોય તો એ સંબંધ પોતાના પ્રાણ કરતા વધારે પવિત્ર ગણાય..

    મંદિરમાં પવિત્રતા જાળવવા માટે ચંપલ બહાર ઉતારીને જઈએ એમ સંબંધોની પવિત્રતા હૂફ અને કેર થી જળવાતી હોય છે…
    સામેવાળી વ્યક્તિની સાત્વિકતા સમજવી કે ઓળખવી એ સૌથી મોટી પૂજા છે..
    કદાચ આપણે બે ઘડી જાતને પૂછીએ તો એટલું તો સમજાય કે અસ્તિત્વ સતત સંવેદનશીલતા અને પ્રેમ માટે કાળજી રાખતા આપણને શીખવતું હોય છે અને જ્યારે આપણે એ શીખી ના શકીએ ત્યારે એક સંઘર્ષ ઉદભવે છે …
    જે વ્યક્તિને માત્ર તમારી પાસેથી સ્વીકાર સમજણ તમારો સમય કે તમારું નિર્દોષ હાસ્ય જોઈતું હોય એ વ્યક્તિને વિશે જ્યારે ગેરસમજણ થાય ત્યારે છાની રીતે અસ્તિત્વની માફી માગી લેવી જોઈએ ….છાપાના પાના ખોલતા હાથ ધ્રૂજે એટલી મરણની જાહેરખબરો વચ્ચે પણ ખરેખર જો તમારી રાહ જોવા વાળું કોઈ હોય તો એને પઝેશનનું નામ આપ્યા વગર વધાવી લેવું સારું … કારણકે દરેકના જીવનમાં એટલી સમૃધ્ધિ નથી હોતી … કોઈ એક એવી વ્યક્તિ હોય જે આખી દુનિયા બહાર જતી હોય ત્યારે અંદર આવીને તમને ખાતરી આપે કે હું તારી છું તો માનવું કે કેટલાય જનમના પુણ્યો એકસાથે પ્રકાશિત થયા અને ઈશ્વરે દરેક પાપ માફ કર્યા! દરેક હક દરેક સારપ એક ફરજ સાથે આવતી હોય છે અને એ ફરજ સાહજિક રીતે બજાવવાની હોય છે…

    આપની તકલીફ જ એ છે કે દુનિયા અને સમાજને મદદ કરવામાં આપણને આપણી સાવ અડોઅડ બેઠેલી વ્યક્તિના ડૂસકાંઓ સાંભળવાના ભૂલી જતા હોઇએ છીએ…સૌથી પહેલી ફરજ એ યાદ રાખવાની હોય છે કે દુનિયા , સમાજ અને પરિવારની શરૂવાત એ હાથ પકડીને બેઠેલ પોતાની વ્યક્તિ થી થતી હોય છે જેણે કદાચ ફરજ બજાવતા શીખવ્યું હશે આપણને…
    એ હાથ ને વફાદાર રહેવા માટે વધારે ક્યાં કઈ કરવાનું હોય છે!? માત્ર એટલું ધ્યાન રાખવું કે સામેવાળી વ્યક્તિ પોતાનું importance ખોઈ ના બેસે! ક્યાંય એને પણ એવું થાય કે મારું કોઈક છે! એને એટલી મોકળાશ આપવી કે એને ચડતા ઝેર વિશે એ વાત કરી શકે! શરીરમાં વ્યાપે એ પહેલાં!
    દૂર થી નજીક આવવું સહેલું છે પણ નજીકથી પાસે આવવાની સફર અને પાસે આવી ગયા પછીનો સંઘર્ષ કા તો માણસને જીવાડે કા તો માણસને મારતો હોય છે.. જો સંઘર્ષ બંને બાજુથી હોય તો માણસને જીવાડે અને ફક્ત એક બાજુથી હોય તો માણસને મારી નાખે!

    कैसी तेरी खुदगर्जी
    ना धूप चुने ना छांव
    कैसी तेरी खुदगर्जी
    किसी ठौर टिके ना पांव

    ક્યારેક આ ગીતમાં રહેલું ઉંડાણ માપ્યું છે?
    જ્યારે આપણું હોવાપણું સામેવાળી વ્યક્તિની પીડા કે પ્રેમ પર કે આપણી ફરજ પર હાવી થાય કે પછી બહુ પાંખો ફૂટે ત્યારે માત્ર ઉડવા આકાશ જ દેખાય તો એટલું યાદ રાખવું કે આકાશમાં હાશ નથી! એક સમયે માળામાં પાછું ફરવું જ પડે છે અને ત્યારે કદાચ માળામાં રહેલું આપણું પોતીકું સ્વજન કે સ્નેહી રાહ જોઈને સંઘર્ષ કરીને મરી ના જાય! જો એવું થાય તો પાણી માટે મુકેલ દ્દોટ પણ મૃગજળ સાબિત થાય..

    बन लिया अपना पैगम्बर
    तार लिया तू सात समंदर
    फिर भी सुखा मन के अंदर
    क्यूँ रह गया

     

    દુનિયા તમને ગમે તેટલું મૂલ્યવાન માનતી હોય પણ પોતાની એક વ્યક્તિ તમને શું માને છે એ ધ્યાન રાખવાની ટેવ હોય તો દુનિયા વિશે પછી ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી હોતી…
    નાની નાની ફરજ સંઘર્ષને પણ પ્રેમમાં ફેરવે અને જ્યારે તમે એ ભૂલી જાવ ત્યારે પ્રેમ પણ સંઘર્ષમાં ફેરવાય.. ત્રાજવામાં બંને બાજુ જો સરખો પ્રેમ ભરાય તો જ બેલેન્સ થાય બાકી તો કોઈ એક વ્યક્તિ નીચે પડી જ જતું હોય છે.. અને એ રીતે પડતું હોય છે કે ઊભું કદાચ ના પણ થઈ શકે..
    એટલે આપણે પોતાની જાતને વફાદાર રહીને એણે સાચી દિશા આપીએ! એટલું માત્ર ધ્યાન રાખીએ કે પોતાની અંદર સતત ધબકતું કોઈ વ્યક્તિ જેનું હદય જ તમે છો એ વ્યક્તિ પોતાની લાગણીના શ્વાસ કોઈ અગમ્ય કારણસર ના છોડી બેસે! કોઈ વ્યક્તિના ડરને સમજવું એ પણ સાથ આપવા બરાબર જ છે…

    — પ્રેરણા દવે

    Follow me on instagram

    Topics I Can Help You With

    01.

    Event
    Hosting

    02.

    Content Writing

    03.

    Creative Writing

    04.

    content creation

    05.

    Conference hosting

    06.

    government
    Projects

    07.

    Keynote speaker

    08.

    Voice over Projects

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *