About Me

મારું વ્યક્તિત્વ પ્રથમથી જ ભાષાપ્રેમી , શબ્દપ્રેમી , લાગણીપ્રિય તથા પ્રકૃતિપ્રેમી રહ્યું છે…. વિચારોના અવકાશમાં ઉડ્ડયન કરવું અને આ સ્વયંસ્ફુરિત વિચારોને કલમ દ્વારા કાગળ પર અંકિત કરવા અને વાણી દ્વારા લોકો સુધી પહોચાડવા એ ઈશ્વર તરફ્થી મને મળેલ સર્વશ્રેષ્ઠ વસ્તુઓ છે … સાહિત્ય વાંચન , લેખન ઉપરાંત "સંચાલન અને વકૃત્વ" એ અસ્તિત્વ દ્વારા મને મળેલી બે વધારે ભેટ છે… સંચાલક વક્તા તેમજ લેખક તરીકેની મારી ભૂમિકાને મેં મારા જીવનમાં કલાનું નહિ પરંતુ સાધનાનું સ્થાન આપ્યું છે… સમાજના વિવિધ લોકો સાથે જોડાવું , એમના વિચારોને જાણવા , સમજવા , સુધારવા અને ફેલાવવા એ મારા માટે નિજાનંદનો વિષય રહ્યો છે. જેણે મને લખવાની આ ઉપરાંત વક્તા અને સંચાલક તરીકે રજુ થવાની પ્રેરણા પૂરી પાડી છે… ગુજરાતી , હિન્દી અને અંગ્રેજીમાં મારા વિચારો રજુ કરતી હું; ‘ગુજરાતી તે ગુજરાતી’ એમ અનન્વય અલંકારનો ઉપયોગ કરીને મારો માતૃભાષા પરત્વેનો પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યી છું….

અભ્યાસ(education)

મેં કોમર્સમાં સ્નાતક (B.com) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે…

“પત્રકારત્વ અને અર્થજન્સંચાર” વિષયમાં સ્નાતક ( Bachelor of arts in journalism & mass communication ) ની ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પ્રાપ્ત કરી છે

આ ઉપરાંત મે MBA( Masters Of Business Administration ) ની ડીગ્રી સિલ્વર મેડલ સાથે પ્રાપ્ત કરી છે…

ઉપરાંત ગાંધર્વ મહાવિદ્યાલય અંતર્ગત નૃત્ય કલાગુરુની હેઠળ ભરતનાટ્યમ માં પણ ૭ વર્ષની તાલીમ મેળવી છે …

કાર્યક્ષેત્ર(Area of work)

હાલમાં સુરેન્દ્રનગરની પ્રખ્યાત કોમર્સ કોલેજના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહી છું.

ઉપરાંત “Versatile Vibes Firm ” ની સંચાલક / ડાયરેક્ટર છું જેની હેઠળ હું ઇવેન્ટ હોસ્ટિંગ/સંચાલન , વકૃત્વ , કન્ટેન્ટ રાઈટિંગ , ક્રિએટિવ રાઇટિંગ , વોઇસ ઓવર પ્રોજેક્ટ , કોન્ફરન્સ , સરકારી પ્રોજેક્ટ , વક્તવ્યો અને કન્ટેન્ટ ક્રીએશન તેમજ ડાન્સ કોરિઓગ્રાફિ જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્વતંત્ર રીતે કાર્ય ( Freelance Enterpreneur) કરી રહી છું!

પોતાના અભિપ્રાયો રજુ કરવા માંગતા અને મારો સંપર્ક કરવા માંગતા દરેકને સંપર્ક વિશેની માહિતી “સંપર્ક” (contact) પૃષ્ઠ પરથી મળી શકશે.

વિશેષ સિધ્ધિઓ(Achivementce)

છેલ્લા દસ વર્ષથી સ્ટેજ સંચાલન અને વક્તવ્ય ક્ષેત્રે કાર્યરત છું , જેમાં વિવિધ સેમિનાર , યુવા ચિંતન શિબિરો , સામાજિક શૈક્ષણિક અને આધ્યાત્મિક વિષયો પર વક્તવ્ય આપ્યા છે અને સફળ સંચાલન પણ કરેલ છે …. સી.એમ પ્રોગ્રામ , સરકારી કાર્યક્રમો પણ કરેલ છે.

જિલ્લા , રાજ્ય , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાની ઉમરમાં સફળ કાર્યક્રમો કરીને અનેક પ્રમાણપત્રો અને ટ્રોફી પ્રાપ્ત કરીને સન્માન મેળવેલ છે!

અમદાવાદ ઇન્ટરનશનલ લિટ્રેચર ફેસ્ટિવલમાં (AILF)માં પણ યુવાન વક્તા તરીકે પણ ઉપસ્થિત રહી ચૂકી છું જે દર વર્ષે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત થાય છે.

આ સિવાય લેખન ક્ષેત્રે પણ કાર્યરત છું છેલ્લા ૪ વર્ષથી આર્ટિકલ , પોએટ્રી લખું છું અને અત્યારે પુસ્તક લખી રહી છું જેનું ટૂંક સમયમાં વિમોચન કરવામાં આવશે.

Topics I Can Help You With

01.

Event
Hosting

02.

Content Writing

03.

Creative Writing

04.

Content Creation

05.

Conference Hosting

06.

Government
Projects

07.

Keynote speaking

08.

Voiceover Projects